Surprise Me!

સુરતના વરાછામાં મેલેરીયાના જંતુ શોધવા ગયેલા પાલિકાના કર્મી પર હુમલો

2020-02-06 1,061 Dailymotion

સુરતઃવરાછા વિસ્તારમાં પાલિકાના વરાછા ઝોન-એના કર્મચારી મેલેરીયાના જંતુ શોધવાની કામગીરી કરવા જતા સ્થાનિક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે <br /> <br />કર્મચારીને માર મારી ધમકી આપી હતી <br /> <br />વિનય જગુ પટેલ સુરત કોર્પોરેશનમાં વરાછા ઝોન-એમાં પ્રાયમરી હેલ્થ વર્કર તરીકે નોકરી કરે છે બુધવારે સવારે વિનય વરાછા ઓફિસેથી અલગ-અલગ વિસ્તારમાં મેલેરીયાના જંતુ શોધવાની કામગીરી માટે નીકળ્યા હતા તેઓ ડાહ્યા પાર્કમાં આવેલ ગોપી કોમ્પ્લેક્સ ખાતે ગયા હતા કોમ્પ્લેક્સમાંથી પાણી લીકેજ થવાથી પાણીનો ભરાવો થયો હતોવિનયે પ્રફુલચંદને ફોન કરીને જગ્યા પર બોલાવ્યો હતો ત્યારે પ્રફુલચંદે વિયન પર ગુસ્સે થઈને ગાળો આપી જગ્યા પરથી ચાલ્યા જવા ધમકી આપી હતી પ્રફુલચંદે વિનયને માર મારી ચાલ્યો ગયો હતો વિનયે વરાછા પોલીસ સ્ટેશનમાં પ્રફુલચંદ અને તેના સાથી વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

Buy Now on CodeCanyon