અમદાવાદઃ નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીની એક ઓડિયો ક્લિપ સામે આવી છે આ ઓડિયો ક્લિપમાં તેઓ ચુંવાળા નગર સોસાયટી વિભાગ 5માં રહેતા મયુર પટેલ સાથે વાત કરતા સાંભળવા મળે છે જેમાં બલરામ થાવાણી રોડ પાકો કરી આપવા મામલે કહે છે કે, હું કામ નહીં કરી આપું પાર્ટીએ મને બહુ ખખડાવ્યો છે લીગલ હશે કામ તો પણ નહીં કરી આપું લોકોએ મારી બહુ ફરિયાદ કરી મને મજબૂર કરી નાંખ્યો છે

નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છું ચુંવાળનગર સોસાયટીમાં અંદર અંદરનો ઝઘડો છે 200 મીટરના ટુકડામાં રોડનો પ્રશ્ન છે જેમાં જમીનના માલિકે કોર્ટમાં કેસ કર્યો છે જેથી રોડ નથી બની શકતો જો જમીન માલિક લેખિતમાં આપે તો હું એક મહિનામાં RCC રોડ બનાવી દેવા તૈયાર છું આ ખોટું MLAને બદનામ કરવાનું છે, ત્યાંના બે ત્રણ કાર્યકરો મારા વિરોધમાં છે કોર્પોરેશને અમને હાથ ન અડાડવા નોટિસ આપી છે 16-17 રસ્તા બનાવ્યા છે

મયુર પટેલઃહેલ્લો બલરામ ભાઈથાવાણી વાત કરો છો?
બલરામ થાવાણીઃજી
મયુર પટેલઃસાયબ ચુંવાળા નગર સોસાયટી વિભાગ પાંચમાંથી મયુર પટેલ વાત કરું છું
બલરામ થાવાણીઃહમમ
મયુર પટેલઃઆપણે જે શ્રદ્ધાનંદ વાળો રસ્તો છે ને આપણે મીટિંગમાં વાત થઈ હતી, શશિકાંતભાઈ સાથે વાત થઈ હતી રસ્તો આપણે પાકો બનાવી દેવાનો છે, એને ઘણો સમય થઈ ગયો તો એ રસ્તો ક્યારે બનશે
બલરામ થાવાણીઃભાઈ તમે પ્રમુખ સાથે વાત કરો હું તમારી વાત નહીં સાંભળું
મયુર પટેલઃતમે એવું કહીને ગયા હતા કે રસ્તો પાકો બની જશે
બલરામ થાવાણીઃતમારી વાત સાચી છે પણ મારી પર દબાણ આવી ગયું, પ્રમુખ જે છે
મયુર પટેલઃપ્રમુખ કોણ છે
બલરામ થાવાણીઃઅશોક માસ્ટર
મયુર પટેલઃનંબર મળશે?
બલરામ થાવાણીઃતેમની ઓફિસ છે પ્રતાપજી વકીલની બહાર હરિઓમ સ્કૂલ ત્યાં એ જ છે
મયુર પટેલઃઓકે તેમની સાથે વાત કરી લઉં
બલરામ થાવાણીઃકેમ કે મારી બધાએ ભેગા થઈને ફરિયાદ કરી છે અને મજબૂર કરી નાંખ્યો
મયુર પટેલઃએટલે રસ્તો ન બનાવવા મજબૂર કર્યાં?
બલરામ થાવાણીઃના નાતમે ડાયરેક્ટ સાંભળો છે અને પ્રમુખ છે કાઉન્સિલર છે તેની વેલ્યૂ કરતા નથી
મયુર પટેલઃહું શું કહું છું આપણે એ રસ્તો પાકો બનાવવાનો છે
બલરામ થાવાણીઃતમારી વાત સાચી છે
મયુર પટેલઃતમે કશું કરી શકો તેમ નથી?
બલરામ થાવાણીઃમારા હાથ બંધાઈ ગયા અને પાર્ટીએ મને ખૂબ ખખડાવ્યો છે
મયુર પટેલઃકયા બેઝ પર?
બલરામ થાવાણીઃહું ડાયરેક્ટ ઈનવોલ્વ થાઉં છું એટલે, મારાભાઈ મારે કામ કરવાનું છે, એ લોકોએ રોઈ રોઈને મારી ફરિયાદ કરી છે
મયુર પટેલઃરસ્તો લિગલ છે તો લિગલ કામ કરવામાં કેમ અડચણરૂપ થાય છે લોકો
બલરામ થાવાણીઃભાઈ હું લિગલ પણ કામ નહીં કરી આપી શકું, એટલે તમે પ્રમુખ અશોક કુમારને મળો અને કહો અમારું કામ કરી આપો પ્લીઝ, હું એગ્રી છું
મયુર પટેલઃબજેટ તમે આપી દેશોને?
બલરામ થાવાણીઃહું આપી દઈશ