Surprise Me!

રાહુલ ગાંધીએ 10 વર્ષની બાળકીને પૂછ્યું,‘પાંચ વર્ષમાં ભાઇચારો ગાયબ થઇ ગયો એ ખબર પડી ને?’

2020-02-07 1,674 Dailymotion

નેશનલ ડેસ્ક:કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ એક રેલીના સંબોધનમાં દસ વર્ષની બાળકીને ઉદ્દેશીને દેશની વર્તમાન પરિસ્થિતિ વિશે સવાલો પૂછીને જવાબ માંગ્યા હતા એક રેલીમાં રાહુલ ગાંધીએ સભામાં ઉપસ્થિત કોઇ બાળકીને પૂછ્યું, ‘તમે કેટલા વર્ષના છો ?’ તેનો જવાબ મળ્યો કે તે દસ વર્ષની છે વીડિયોના અંતે તેનું નામ આકૃતિ હોવાનું પણ કોઇએ રાહુલ ગાંધીને કહ્યું હતું આકૃતિને સંબોધીને રાહુલ ગાંધીએ પૂછ્યું, ‘‘તમને ખબર પડી, છેલ્લા પાંચ વર્ષમાં જોયું તમે કે માહોલ બગડી ગયો ? જોયું ને? જે પહેલા મૂડ હતો, શાંતિ હતી, ભાઇચારો હતો, તે ગાયબ થઇ ગયું ને? તમારું નામ શું છે? અચ્છા આકૃતિ જો આકૃતિ, દસ વર્ષની બાળકીને આ વાત સમજાઇ ગઇ તો સૌને ખબર પડી ને કે માહોલ બગડી ગયો’’

Buy Now on CodeCanyon