અમદાવાદ:આજથી લો ગાર્ડન ખાતે ‘હેપ્પી સ્ટ્રીટ’ શરૂ થયું છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા, મેયર બિજલ પટેલની હાજરીમાં ‘હેપ્પી સ્ટ્રીટ’નું ઉદ્ઘાટન કર્યું હતું ત્યારબાદ તમામે ‘હેપ્પી સ્ટ્રીટ’ના ચીઝ ચીલી ટોસ્ટ, કોલ્ડ કોફી, હોટ કોફી, પોટે ચીઝ પાણિની, ક્લબ સેન્ડવીચનો સ્વાદ માણ્યો હતો
‘હેપ્પી સ્ટ્રીટ’માં CCTV લાગ્યા નથી
આજથી શરૂ કરાયેલી ‘હેપ્પી સ્ટ્રીટ’માં CCTV કેમેરા લગાવવામાં આવ્યા નથી 8 કરોડના ખર્ચે આ સ્ટ્રીટ બનાવવામાં આવી છે, પરંતુ એકપણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી નવેમ્બરમાં જ ‘હેપ્પી સ્ટ્રીટ’ના સ્ટોલની હરાજી થઈ હતી, જેમાં 31 મોટી ફૂડવાન અને 11 નાની ફૂડવાન માટે માસિક રૂ 2 લાખ જેટલી બોલી લગાવાઇ હતી
એક ફૂડ વાન આગળ 24 લોકો બેસે એટલી જગ્યા
ખાવા-પીવાના શોખીન અમદાવાદીઓ માટે લો ગાર્ડન પાસે બનાવાયેલી ‘હેપ્પી સ્ટ્રીટ’ તૈયાર થઈ ગઈ છે આજે 7 ફેબ્રુઆરીથી અમદાવાદીઓ હેપ્પી સ્ટ્રીટ ફૂડનો આનંદ માણી શકશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવાયેલી ‘હેપ્પી સ્ટ્રીટ’માં એક તરફ લો ગાર્ડન તરફથી શરૂ થતી 31 મોટી અને ત્રણ પ્રકારની 11 નાની ફૂડ વાન ઊભી રહેશે એક ફૂડ વાન આગળ 24 લોકો બેસી શકે તેટલી જ જગ્યા રખવામાં આવી છે તેની સામેની બાજુ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે જ્યાં ટુ વ્હિલર્સ પાર્ક કરી શકાશે પાર્કિંગની સાઈડમાં એક સાયકલ ટ્રેક અને ફૂટપાથ પણ બનાવવામાં આવી છે આખી સ્ટ્રીટને હેરિટેજ સ્ટ્રીટ દેખાય તેવો લુક આપવામાં આવ્યો છે ફૂડ વાન્સ જ્યાં ઊભી રાખવાની જગ્યા છે, તેની આગળ એક ડ્રેનેજ લાઈન પણ નાખવામાં આવી છે જેના કારણે તમામ પાણી અને કચરો ત્યાંથી તાત્કાલિક દૂર થઇ જાય અને સ્વચ્છતા જળવાઈ રહેશે
સવારે સાડા 8થી બપોર બાદના 4 વાગ્યા સુધી રૂ 10થી 30નો ચાર્જ
મ્યુનિસિપલ કોર્પોરેશન લો ગાર્ડન ‘હેપ્પી સ્ટ્રીટ’માં પાર્કિંગ માટે ચાર્જ વસૂલશે જેમાં સ્ટ્રીટમાં સવારના 830 થી બપોરના 4 વાગ્યા સુધી પ્રતિ કલાકના ટુ વ્હિલરના 10 અને ફોર વ્હિલરના પાર્કિંગનો 30 રૂપિયાનો પ્રતિ ચાર્જ લેવાશે જ્યારે સાંજે 4 વાગ્યાથી સવારના 5 સુધી ટુ વ્હિલરના 20 અને ફોર વ્હિલરના 50 રૂપિયા લેવાશે સ્ટ્રીટમાં સવારે 446 ટુ વ્હિલર અને 35 ફોર વ્હિલર પાર્ક થઈ શકશે જ્યારે સાંજે 221 ટુ વ્હિલર અને 21 ફોર વ્હિલર પાર્ક થઈ શકશે
ફૂડના આનંદ અને આસ્થાનો સંગમ
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘હેપ્પી સ્ટ્રીટ’માં સૌથી મહત્વની વાત એ છે કે 100 વર્ષ જૂનું જોગણી માતાનું મંદિર પણ આવેલું છે જ્યાં ફૂડ વાન ઊભી રાખવામાં આવશે, તે જ લાઈનમાં આ મંદિર આવેલું છે વર્ષોથી આ મંદિર સાથે વેપારીઓ અને લોકોની આસ્થા જોડાયેલી છે જેથી આ મંદિર સ્ટ્રીટ ફૂડમાં જ્યાં હતું ત્યાં જ રાખવામાં આવ્યું છે
શું છે ગાઈડ લાઈન?
- દરેક વાનના માલિકે માન્ય મોબાઇલ ફૂડ વેન્ડિંગ લાયસન્સ ગ્રાહકો જોઇ શકે તે રીતે પહેરવાં પડશે
- ફૂડ વાનના સ્ટાફે સંપૂર્ણ પોશાક પહેરવો પડશે
- ટોપી, સ્કાર્ફ અથવા હેર નેટથી વાળ ઢાંકવા પડશે
- હેન્ડ ગ્લોવ્ઝ જરૂરી બનશે
- ધૂમ્રપાન નહીં કરી શકાય
- બે વાન વચ્ચે 4થી 6 ફૂટનું અંતર રાખવું પડશે
- 18 ફૂટથી લાંબી અને 7 ફૂટથી પહોળી ફૂડવાનને મંજૂરી નહીં મળે
- ટ્રાફિકના નિયમોને અનુસરવું પડશે
- ઓછામાં ઓછા દર બે કલાકે ગરમ અને ઠંડા ખોરાકનું તાપમાન ચકાસવા થર્મોમીટરનો ઉપયોગ કરવો પડશે