હિંમતનગર: ઐતિહાસિક ધરોહર એવા ‘ઈડરીયા ગઢ’ને પ્લાસ્ટિક મુક્ત બનાવી, અન્ય લોકો પણ પોતાના ધરોહરની જાણવણી માટે આગળ આવે તે હેતુ સંદેશો આપવા માટે આ અભિયાન યોજવામાં આવ્યું હતું તિરંગા સાથે ‘ઈડરીયા ગઢ’ને સાફસફાઈ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પર્યાવરણપ્રેમીઓ જોડાયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું "સ્વચ્છ ભારતસ્વસ્થ ભારત"નું સપનું સાકાર કરવા તથા “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”ની કહેવતને યથાર્થ કરવા તેમજ મનુષ્ય માટે ખતરનાક એવા પ્લાસ્ટિકનો નાશ કરવા માટે ઈડરના પર્યાવરણ પ્રેમીઓ દ્વારા એક અભિયાન હાથ ધર્યું હતું આજના આ કાર્યક્રમમાં સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ વિવિધ સંસ્થાઓના લોકો સ્વયંભૂ જોડાયા હતા