Surprise Me!

હાર્દિક પરના રાજદ્રોહ કેસ મામલે પાસની બેઠક, પત્નીએ કહ્યું-18 જાન્યુઆરીથી હાર્દિક ઘરે આવ્યા નથી

2020-02-10 1 Dailymotion

અમદાવાદઃ કોંગ્રેસ અને પાસના નેતા હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ અને અન્ય પાટીદાર યુવાનો પર કરવામાં આવેલા ખોટા કેસો મામલે આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ મીટિંગમાં અલ્પેશ કથીરીયા, મનોજ પનારા, જયેશ પટેલ, ગીતા પટેલ, સહીત તાલુકા અને જિલ્લાના કન્વિનરો સામેલ થયા છે આ મીટિંગ હાજર રહેલા હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલે જણાવ્યું કે, આ પરિવારમાં મને સ્થાન મળ્યું તેનો આભાર માનું છું હજુ પણ 50 ટકા સફળતા મળવાની બાકી છે આપણા યુવાનો પર ખોટા કેસો કરવામાં આવ્યા છે 18 જાન્યુઆરીથી હાર્દિક ઘરે આવ્યા નથી આ સમયમાં આપણે બધાએ એક થઇ લડવાની જરૂર છે બધાના મંતવ્ય ભલે અલગ હોય પણ મંજીલ એક હોવી જોઈએ સમાજની વાત આવે ત્યારે ભાજપ-કોંગ્રેસ છોડી એક થવું જોઈએ

Buy Now on CodeCanyon