અમેરિકાના લોસ એન્જલસ ખાતે આવેલા આઈકોનિક ‘કોડક થિયેટર’માં અત્યારે 92મા અકેડેમી અવોર્ડ્સ એટલે કે ‘ઓસ્કર અવોર્ડ્સ’નો જલસો ચાલી રહ્યો છે વન બાય વન કેટેગરીના ઓસ્કર અવોર્ડ્સ જાહેર થઈ રહ્યા છેબેસ્ટ સ્ક્રીનપ્લેનો અવોર્ડ કોરિયન ફિલ્મમેકર બોન્ગ જૂન હોને તેમની બહુચર્ચિત ફિલ્મ ‘પેરાસાઈટ’ માટે મળ્યો છે સાઉથ કોરિયન ફિલ્મ પેરાસાઈટ ‘બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ’નો ઓસ્કર અને ‘બેસ્ટ ડિરેક્ટર’ (ડિરેક્ટર બોન્ગ જૂન હો)નો ઓસ્કર જીતી ચૂકી છે અને ‘બેસ્ટ ફિલ્મ’નો ઓસ્કર પણ જીતી ચૂકી છે ‘બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ’નું નામ બદલીને આ વખતથી ‘બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ’ કરવામાં આવ્યું છે
