સુરતઃ સુરતની ફેશન ડિઝાઇનર અને ટીકટોક સ્ટાર કીર્તિ પટેલનો એક ઘુવડ સાથેનો ટીકટોક વિડ્યો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો વાઈલ્ડ લાઈફ પ્રોટેકશનમાં આવતુ સંરક્ષિત વન્ય જીવ ઘુવડ સાથે રમત કરતા વીડિયો બનાવીને ટીકટોક પર મૂક્યો હતો જેના પગલે સુરત વન વિભાગ દ્વારા 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો જેની રસીદ સાથેનો વીડિયો પણ કિર્તી પટેલે બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યો હતો