Surprise Me!

પ્રસવ પીડા ઉપડતાં જ મહિલાઓ ગર્ભવતીને લઈને 20 કિમી ચાલી

2020-02-18 59 Dailymotion

હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં આવેલા મરોડ ગામના ડુંગરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં ખરાબ રોડ હોવાના કારણે આ મહિનામાં જ ત્રીજી ઘટના સામે આવી છે જેમાં ફરીવારસ્થાનિકોએ પેશન્ટની સારવાર માટે કલાકો સુધી ચાલવું પડ્યું હતું ગામની સુનિતા નામની મહિલાને પ્રસવ પીડા ઉપડતાં જ તેને સારવાર માટે દવાખાને લઈ જવી જરૂરી હતીજો કે, પહાડી વિસ્તારમાં એમ્બૂલન્સ ના આવી શકતાં કેટલીક પહાડી મહિલાઓએ તેમની ખડતલતાનાં દર્શન કરાવ્યાં હતાં ગર્ભવતી સુનિતાને ખુરશીમાં બેસાડીને તેઓઅંદાજે 20 કિમી સુધી ચાલી હતી નિહારની સુધીના મુખ્ય રોડ પર પહોંચ્યા બાદ ત્યાંથી તેને ગાડી દ્વારા દવાખાને લઈ જવાઈ હતી

Buy Now on CodeCanyon