ભુજઃ ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓ મહત્વની ટુરિઝમ સાઈટ પર વિહંગાવલોકન કરી એક સાહસભર્યો અનુભવ મેળવી શકે તે માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી બાદ કચ્છના સફેદરણમાં મંગળવારથી હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવામાં આવી હતી રણોત્સવ ટેન્ટસિટીના મેનેજર અમિત ગુપ્તાના જણાવ્યાનુસાર દેશ વિદેશીના પ્રવાસીઓ કચ્છના રણમા પ્રથમવાર આ પ્રકારની મજા માણી શકશેરણોત્સવ દરમ્યાન પ્રવાસીઓ વ્યક્તિ દીઠ ૪૦૦૦ રૂપિયાના દરે આ આનંદ મેળવી શકશે તેવું જાણવા મળ્યું હતુંજો કે પહેલા દિવસે આ રાઈડથી લોકો રોમાંચિત થયા હતા