Surprise Me!

સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાંથી 1.33 લાખની સાડીની ચોરી

2020-02-20 1 Dailymotion

સુરતઃ ઉમિયાધામ રોડ પર આવેલા એમ્બ્રોઈડરીના કારખાનામાંથી 133 લાખના સાડીની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા કારખાનામાં લાગેલી સીસીટીવીમાં તસ્કરો ચોરી કરતા હોવાનું નજરે પડે છે જ્યારે એક શંકાસ્પદ રિક્ષા પણ સીસીટીવીમાં કેદ થઈ છે મોટા વરાછામાં આવેલી શીવધારા રેસીડેન્સીમાં મીલન રમેશભાઈ વોડદોરીયા પરિવાર સાથે રહે છે અને ઉમિયાધામ રોડ પર આવેલા કબીરવડ સોસાયટીમાં અમ્બ્રોઈડરીનું કારખાનું ચલાવે છે રાત્રીના સમયે તેમના કારખાનાનો દરવાજો તોડ્યા વગર નીચેથી સાડીઓ કાઢી ચોરી થઈ હતી સવારે કારખાને આવતા 133 નંગ સાડીની ચોરી થઈ હોવાની જાણ થઈ હતી ત્યારબાદ મીલને કારખાના અને આસપાસના સીસીટીવી ચેક કરતા તસ્કરોએ કારખાનામાંથી દરવાજા નીચેથી સાડીઓ કાઢી લીધી હોવાનું નજરે પડ્યું હતું જ્યારે એક રિક્ષા પણ સીસીટીવીમાં કેદ થઈ હતી જેથઈ મીલને વરાછા પોલીસમાં સીસીટીવી આધારે ફરિયાદ નોંધાવી છે

Buy Now on CodeCanyon