Surprise Me!

સુરત શિવાજીની જન્મજયંતિની રેલીમાં સર્જાયેલા ઘર્ષણના બીજા દિવસે બે જૂથ વચ્ચે બબાલમાં13ને ઈજા

2020-02-20 1,848 Dailymotion

સુરતઃબારડોલીમાં શિવાજી જયંતિએ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શિવાજીની પ્રતિમા પર લગાવેલી તકતીમાં નામ લખવાની વાતે બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેમાં એક યુવકને માર મારવામાં આવ્યો હતો જેના રોષમાં આજે એક યુવકને ઘેરીને માર મારવામાં આવતાં એ જૂથના સભ્યો આવી ગયા હતા અને જાહેરમાં બખેડો ખડો કર્યો હતો બે જૂથ વચ્ચે લાકડાના ધોકા અને પથ્થરો સાથે બબાલ થતાં 13 જેટલા લોકોના માથા ફૂટી જતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં <br /> <br />પોલીસ બંદોબસ્ત ગોઠવાયો <br /> <br />શિવાજીની પ્રતિમા નજીક જ આજે ફરી ઘર્ષણ સર્જાયું હતું બે જૂથો વચ્ચે સર્જાયેલા બખેડાના કારણે પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો મોટાભાગના લોકોને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી હાલ પોલીસે ઘટના સ્થળે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે ઘટના સ્થળેથી પોલીસે શંકાસ્પદ વાહનોને પણ ડિટેઈન કર્યા હતાં

Buy Now on CodeCanyon