Surprise Me!

20 ઘોડા, વિન્ટેજ કાર, ઊંટ, બળદગાડા સાથે કોર્પોરેટરના સાળાની જાન, હાથી પર વરરાજા સવાર થયા

2020-02-21 2 Dailymotion

રાજકોટ: રાજકોટના વોર્ડ નં12ના કોર્પોરેટર વિજય વાંકના સાળા અર્જુન સબાડની જાન રજવાડી સ્ટાઇલમાં નીકળી હતી જેમાં વરરાજા અર્જુન હાથી પર સવાર થયા હતા તેમજ 20 ઘોડા, ઘોડાગાડી, બળદગાડુ, વિન્ટેજ કાર, ઊંટ, દેશનું નંબર વન બેન્ડ, 20 ભાલા અને ઢાલ સાથે જાનૈયાઓ સામેલ થયા હતા રજવાડી જાન શહેરની માસ્તર સોસાયટી 9થી 80 ફૂટ રોડ પર આવેલી શેઠ હાઇસ્કૂલ પહોંચી હતી જાનમાં મહિલાઓએ ટ્રેડીશનલ વસ્ત્રો ધારણ કર્યા હતા તેમજ બેન્ડના તાલે જાનૈયાઓ ઝુમી ઉઠ્યા હતા કોર્પોરેટર વિજય વાંકે શણગારેલું બળદગાડુ ચલાવ્યું હતું

Buy Now on CodeCanyon