ખંભાત:ખંભાત શહેરમાં રવિવારે ફાટી નીકળેલા તોફાનો બાદ આજે પણ અજંપ્પાભરી શાંતિ રહી હતી ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું કે, ખંભાતમાં વણસેલી પરિસ્થિતીને પગલે મુખ્યમંત્રીએ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અમદાવાદના ટ્રાફિક ડીસીપીને હંગામી ધોરણે આણંદ એસપી તરીકે મુકવામાં આવ્યા છે આએએફ અને એસઆરપીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે 47 જેટલા તોફાની તત્વોની ધરપકડ કરાઈ છે પથ્થરમારો અને આગચંપી કરનાર તોફાની તત્વોને છોડવામાં નહી આવે ખંભાતમાં કેટલાક લોકો અશાંતિ ફેલાવી રહ્યા છે અને તેમા વસ્તીવિષયક ફેરફાર જવાબદાર છે
