દયાપર: કચ્છ જિલ્લાના સરહદી લખપત તાલુકામાં આજે વહેલી સવારે ધુમ્મસનું આવરણ છવાયું હતું આખા તાલુકાને ઝાકળે બાનમાં લીધી હતી જેને પગલે સવારે સૂર્યોદય છતાં સૂર્યદેવના દર્શન દૂર્લભ બન્યા હતા તો ઘરોના નેવે ઝાકળ પાણીમાં પરિવર્તિત થઈને વરસતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોએ હાઈવે પર અને શેરીઓમાં પસાર થવા માટે લાઈટો ચાલુ રાખવી પડી હતી