Surprise Me!

તળાવમાં ગંદા પાણી છોડવા મુદ્દે ગ્રામ સભામાં મારામારી

2020-03-01 2,467 Dailymotion

કંથારીયા ખાતે ગ્રામ સભામાં ઉગ્ર બોલાચાલી બાદ મારામારીના તોફાની દ્રશ્યો સર્જાંયાં હતાં કંથારીયા ગામની ગ્રામ સભામાં વિવિધ મુદ્દાઓને લઇ મળેલ ગ્રામ સભા અચાનક તોફાની બની ગઈ હતી અને મામલો મારા મારી સુધી પહોંચી ગયો હતો <br /> <br />ગ્રામ સભામાં મહિલાઓ અને પુરૂષો મોટી સંખ્યામાં હાજર હતાં એ દરમિયાન કંથારીયા ગામ તળાવમાં ગંદા પાણી છોડવા સામે અરજી થઈ હતી આ અરજીનો મુદ્દો ગ્રામ સભામાં ઉછળ્યો હતો જેથી માજી સરપંચ અને અરજીકર્તા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી બોલાચાલી બાદ મામલો હાથાપાઈ સુધી પહોંચી ગયો હતો એકબીજાને મારવા લાગેલા બન્ને સભ્યોને અંતે અન્ય સભ્યોએ છૂટા પડાવી શાંત કર્યા હતાપરંતુ બાદમાં આ સમગ્ર મારા મારી અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Buy Now on CodeCanyon