Surprise Me!

ભરૂચના વાંસી ગામમાં દારૂના દૂષણ સામે મહિલાઓ મેદાને પડી

2020-03-03 446 Dailymotion

ભરૂચઃ ભરૂચ જિલ્લામાં દારૂના દૂષણને લઇને મહિલાઓ ત્રસ્ત છે, જેથી ભરૂચના વાંસી ગામમાં દારૂનું દૂષણ અટકાવવા માટે મહિલાઓ હવે મેદાને પડી છે આ મહિલાઓ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી અને વાંસી ગામમાં દારૂના અડ્ડા બંધ કરાવવા માટે પીઆઇને ઉગ્ર રજૂઆત કરી હતી ઉલ્લેખનિય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી વાંસી ગામમાં બેરોકટોક દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે ગામના ઘણા યુવાનો મોતને ભેટ્યા છે અને ઘણી બધી મહિલાઓ વિધવા થઈ છે અને ઘણી માતાઓએ પોતાના દીકરાઓ ગુમાવ્યા છે, જેથી આજે કેટલાક આગેવાનો સાથે મહિલાઓએ વાંસી ગામમાં દારૂના અડ્ડાઓ કરાવવા માટે પોલીસને રજૂઆત કરી હતી

Buy Now on CodeCanyon