Surprise Me!

વડોદરાના ગુમ પરિવારની કાર ડભોઇ પાસે નર્મદા કેનાલમાંથી મળી, 4 મૃતદેહ મળ્યા

2020-03-05 34,271 Dailymotion

વડોદરાઃ ડભોઇ તાલુકાના તેન તળાવ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબેલી હાલતમાં કાર જોવા મળી હતી જેને પગલે પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી ફાયર બ્રિગેડે કારને બહાર કાઢતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા ગયા બાદ ગુમ થયેલા પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળ્યા છે જોકે કલ્પેશની પત્ની હજુ પણ લાપતા છે જેથી ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે ઉલ્લેખનિય છે કે, વડોદરાના નવાપુરાનો વેપારી કલ્પેશ પરમાર રવિવારે પત્ની તૃપ્તિ, માતા ઉષાબહેન તેમજ દીકરા અને દીકરીને લઇ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસે આવ્યો હતો સાંજે કારમાં પરત વડોદરા જવા નીકળ્યા બાદ ભેદી રીતે ગુમ થઇ ગયો હતો

Buy Now on CodeCanyon