Surprise Me!

Navgujarat Samay News Fatafat on 14th December 2020, Afternoon Update

2020-12-14 0 Dailymotion

ખેડૂત આંદોલનના 19મા દિવસે ભૂખહડતાળઃ આમ આદમી પાર્ટીએ સામૂહિક ઉપવાસ દ્વારા સમર્થનઃ દિલ્હીમાં ઉપવાસ પર બેઠેલા કેજરીવાલના ઘર બહાર તોડફોડ થઈ

આજે સોમવતી અમાસઃ ચાણોદ-કરનાળીનું કુબેરભંડારી મંદિર આજે નિયમપાલન સાથે ખુલ્લું રહેશેઃ આવતીકાલે મંગળવારથી ધનુર્માસનો પ્રારંભ, એક માસ સુધી લગ્ન સહિતનાં શુભ કાર્યો યોજાશે નહીં

રાજ્યભરમાં ઇન્ટર્ન ડોક્ટરોની સ્ટાઇપેન્ડના મામલે શરૂ થયેલી હડતાળઃ દર્દીઓ માટે પરેશાની, હોસ્પિટલોમાં વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા તંત્રના પ્રયાસો

ઉત્તર ગુજરાતની દૂધસાગર ડેરીના સાગરદાણના કેસમાં ડેરીના માજી ચેરમેન વિપૂલ ચૌધરીની ધરપકડના વિરોધમાં મહેસાણામાં તેમના સમર્થકોએ દેખાવો કર્યાઃ પોલીસ દ્વારા દેખાવકારોની અટકાયત

રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 4 દર્દીનાં મૃત્યુઃ ગઇકાલે પણ 4 દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં

વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણઃ ગોળી વાગતાં એકનું મોતઃ 23ની ધરપકડ

Buy Now on CodeCanyon