ખંભાત નગર પાલિકાના પૂર્વ સત્તાધીશો દ્વારા આચરવામાં આવેલા ભરતી કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે. જેમાં 35 જેટલા કાઉન્સિલરના સગા-સબંધીઓને મંજૂરી વિના નોકરી પર રાખવામાં આવ્યા હતા. આ લોકોને રૂપિયા 16,424ના ફિક્સ પગારથી કાયમી નિમણૂંક આપવામાં આવી હતી. 2020થી અત્યાર સુધીમાં આવા 22 લોકોને 71 લાખ જેટલો પગાર ચૂકવવામાં આવ્યો છે.