શહેરી વિસ્તારોમાં રખડતા ઢોરમાંથી મુક્તિ મળશે. ગુજરાત કેટલ કંટ્રોલ કીપિંગ એન્ડ મૂવમેન્ટ બિલ લવાશે. ચાલુ સત્રમાં રાજ્ય સરકાર વિધાનસભામાં બિલ લાવશે. કાયદો અમલી થયાના 3 મહિનામાં લાયસન્સ લેવું પડશે. ઢોર રાખવા માટે સારી જગ્યા,ઢોરવાડો હોવો જરૂરી. કોઈપણ સમયે લાયસન્સ ઈન્સ્પેક્ટર ચકાસણી કરી શકશે. ઢોર પકડતી સમયે હુમલો,ઢોર ભગાડવા પર કાર્યવાહી થશે. હુમલો,ઢોર ભગાડવાના કેસમાં દંડ અથવા કેદની સજા લાયસન્સ લીધાના અઠવાડિયામાં ઢોરનું ટેગિંગ જરૂરી છે.
