આજે છે હનુમાન જયંતિ છે ત્યારે દિવસભર હનુમાનજીની પૂજા-અર્ચના કરવામાં આવશે. હનુમાન મંદિરોમાં ભાવિકોની દર્શન માટે લાઈનો લાગશે. હનુમાનને કળિયુગના દેવ કહેવામાં આવે છે અને ભગવાન હનુમાનના દેશમાં સૌથી વધુ મંદિરો જોવા મળે છે હનુમાન જયંતિ એટલે દેવ હનુમાનનો જન્મદિવસ. આજથી 1 કરોડ 85 લાખ 54 હજાર 115 દિવસ પહેલા ચિત્રા નક્ષત્રમાં ચૈત્રી સુદ પૂનમના દિવસે હનુમાનજીનો જન્મ થયો હતો. આ તિથીના દિવસે પણ મંગળવાર હતો. આ દિવસે હનુમાનજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. ખાસ કરીને હનુમાનજીને પ્રિય એવા લાડુનો ભોગ ધરાવવામાં આવે છે અને તેમને આંકડાના ફુલોની માળાનો શણગાર કરાય છે. આ દિવસે હનુમાનજીના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે અને આથી જ અનેક મુશ્કેલીઓ વેઠીને પણ ભારે ભીડનો સામનો કરીને પણ તેઓ હનુમાન મંદિરે અચૂક દર્શન માટે જાય છે.