Surprise Me!

એક સાથે 11 સિંહો રોડ પર ટહેલવા નીકળ્યા

2022-05-17 1 Dailymotion

અમરેલીના રાજુલાના કાતર બાદ ખાંભા પંથકમાં 11 સિંહનુ ટોળું દેખાયું છે. જેમાં ખાંભાના રાયડી ગામના પાદરમાં 11 સિંહનું ટોળું રોડ પર નીકળ્યું હતુ. તેમજ 11 સિંહનું ટોળું રોડ પર નીકળતા મોબાઈલ કેમેરામાં કેદ થયા છે. એકી સાથે 11 સિંહો રોડ પર ટહેલવા નીકળ્યાનો વીડિયો વાયરલ થયો છે. ગત રાત્રે સિંહનું ટોળું રાયડીથી ખાંભા તરફના માર્ગ પર જોવા મળ્યું હતુ. બે દિવસ અગાઈ રાજુલાના કાતરમાં 13 સિંહનું ટોળું નીકળ્યું હતું. ઉલ્લેખનીય છે કે ખાંભા ગીર અને રેવેન્યુ વિસ્તારમાં સિંહોનું સામ્રાજ્ય છે.

Buy Now on CodeCanyon