અમરેલી-ફરી સિંહોની પજવણીનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ગાડા કેડાના રસ્તામાં સિંહ પાછળ ફોરવહીલ કાર દોડવી છે. તેમાં સિંહ પાછળ કાર દોડાવતા સિંહને જીવ બચાવવા ભાગવું <br /> <br />પડ્યું હતુ. તથા સિંહને ના છૂટકે કાંટાળી ઝાડીમાંથી પસાર થવાની મજબૂરી પડી હતી. જેમાં રેવેન્યુના સાવરકુંડલાના કાંત્રોડી ગામનો વીડિયો હોવાનું અનુમાન છે. અગાઉ સિંહોના પજવણી <br /> <br />ખોરો રાજુલાના બર્બટાણા અને જેસર પંથકમાં ઝડપાયા હતા. તેમાં ફરી સિંહોની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.