હનુમાનજીના નામ સ્મરણથી તમામ સંકટોનો નાશ થાય છે અને શુભતાની પ્રાપ્તિ થાય છે..પરંતુ આ શક્ય ત્યારે જ બને છે જ્યારે ભક્ત આસ્થા અને શ્રદ્ધા પૂર્વક તેમનું નામ સ્મરણ કરે આવો ત્યારે હનુમાન ભક્તિમાં લીન થવા કરીએ તેમની ભજન વંદના. <br />ભગવાન રામનું રાજ્ય કે જ્યાં અંજનીસુત હનુમાનજીનો છે વાસ..પવિત્ર નગરી અયોધ્યામાં સરયુ નદી પાસે ભક્તો આવે છે પોતાના પાપ ધોવા ત્યારે અહીં તેમને દર્શન થાય છે દેવ હનુમાનજીના પાવનધામના..કહેવાય છે કે અહીં ત્રેતાયુગથી બિરાજમાન છે પવનપુત્ર અને આજે પણ આખા અયોધ્યાની રક્ષા કરે છે..હનુમાન ગઢીમાં બિરાજમાન દેવ હનુમાનની અનોખી મુરતના આવો સાથે મળીને કરીએ દર્શન