આજે છે સોમવાર ત્યારે ભક્તિ સંદેશમાં આજે આપણે ભજીશુ દેવોના દેવ મહાદેવને..સૌ પ્રથમ કરીશું સદાશિવની કલ્યાણકારી આરતી..સાથે જ ભાવનગરમાં સ્થિત નિષ્કલંક મહાદેવના દર્શન કરીને કરીશું પુણ્યતાની પ્રાપ્તિ...સદાશિવના ભજન શ્રવણ થકી આપણા દિવસને બનાવીશું ધન્ય. <br />શિવ નામ જ એટલે કલ્યાણ કહેવાય છે કે સદાશિવ દેવાનો પણ દેવ છે..તેમની ભક્તિ સમયાંતરે તમામ દેવીદેવતાઓએ કરી છે અને તેમની કૃપા પ્રાપ્ત કરી છે..તેવા સમયમાં જાતકે જો શિવજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો તેમની આરતી ઉત્તમ માધ્યમ છે..
