અમરેલી-ધારીના સફારી પાર્કમાં સિંહબાળનો મોજમસ્તી કરતો વીડિયો વાયરલ થયો છે. જેમાં ધારીના સફારીપાર્કમાં 2 સિંહબાળના જન્મબાદ ખુલ્લા મુકવામાં આવેલા સિંહબાળો મસ્તીએ <br /> <br />ચડ્યા છે. તેમાં પીવાના પાણીના કુંડમાં લાકડાના ટુકડા જોડે ગેલ કરતા સિંહબાળો જોવા મળ્યા છે. ડાલામથ્થા સિંહ-સિંહણ જોડે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર સિંહબાળો બન્યા છે. <br />વેકેશનના સમયમાં સફારીપાર્કમાં પર્યટકોના ઘસારો જોવા મળે છે. તેમાં સિંહ બેલડી સંગાથે સિંહબાળોએ સફારીપાર્કની રોનક વધારી છે. <br />સિંહબાળની મોજમસ્તી કરતો વીડિયો પર્યટકોએ મોબાઈલ કેમેરામાં કેદ કર્યો છે.