અમરેલીના ચલાલમાં માતાજીના માંડવામાં ધારાસભ્યએ ચલણી નોટોનો વરસાદ કર્યો છે. જેમાં ધારીના ધારાસભ્ય જે.વી કકડીયાએ રૂપિયાનો વરસાદ કર્યો છે. ધાર્મિક પ્રસંગે મેલડી <br /> <br />માતાજીના નવરંગ માંડવામાં હાજરી આપી હતી તે દરમિયાન રૂપિયા ઉડાવતા જોવા મળ્યા હતા. તેમજ ભાજપના સ્થાનિક કાર્યકરો અને વેપારીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં <br /> <br />હતા. જેમાં ધારાસભ્ય કલાકારના ડાકના તાલ પર નોટો ઉડાવતા જોવા મળ્યા છે. તેથી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.