રાજકોટમાં સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં આજે 34મો સમૂહ લગ્નોત્સવ યોજાયો છે.ત્યારે લગ્નોત્સવના મંચ પર સી.આર.પાટીલ અને નરેશ પટેલ સાથે દેખાશે.જે હવે ચર્ચાને વેગ આપશે અને લોકો અટકળો લગાવશે કે શું નરેશ પટેલ ભાજપમાં જોડાશે? આ પ્રકારના ઘણા સંકેતો મળી રહ્યાં છે.કારણ કે ગઇ કાલે રાજકોટના મવડી રોડ પર નરેશ પટેલના ભાજપના અગ્રણીઓ સાથેના પોસ્ટરો લગાવેલા જોવા મળ્યાં હતા.
