સુરતમાં માંગરોળના નાની નારોલી ગામે દીપડો CCTV માં કેદ થયો છે. જેમાં મરઘાંનો શિકાર કરવાં માટે આવેલો દીપડો CCTVમાં ઝડપાયો છે. નાની નારોલી ગામે ઇદરીશ તરકીના <br /> <br />ઘરના કમ્પાઉન્ડમાં દીપડો પ્રવેશ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી દીપડો મરઘાંના શિકાર માટે 6 ફૂટ ઊંચી દીવાલ કૂદી કમ્પાઉન્ડમાં આવી રહ્યો હતો. <br />મરઘાના શિકાર માટે આવેલો દીપડો CCTV માં કેદ થયો હતો. તેથી ગ્રામજનોએ વન વિભાગ પાસે પાંજરું ગોઠવવા માંગ કરી છે.