દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈલેક્ટ્રીક રીક્ષામાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. જેમાં આગના ઘૂમાડા દૂરથી દેખાતા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી <br /> <br />ખાતે પ્રવાસીઓને લઈ જવા લાવવા માટે ઈલેક્ટ્રીક વાહનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે બપોરના સમયે ઈલેક્ટ્રીક રિક્ષાઓને કેવડીયા પાસે પાર્કિંગમાં ચાર્જિંગ કરવા માટે મૂકવામાં <br /> <br />આવી હતી. ત્યારે એ દરમિયાન એક ઈલેક્ટ્રીક રીક્ષામાં અચાનક આગ ફાટી નીકળી જતા અફરા-તફરી જવા પામી હતી.