અમરેલીમાં ફરીવાર સિંહોની પજવણીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ખાંભા ગીરના દલડી ગામે શિકારની શોધમાં આવેલા સિંહોની પજવણી કરાઇ હતી. બે સિંહોને ગામની શેરીઓમાં <br /> <br />જોઇ વાહન ચાલકે સિંહો પાછળ કાર ચલાવી લાઈટો કરી હતી. તેમાં કારમાંથી મોટા અવાજે ચિચિયારીઓ નાખીને સિંહોને ખદેડવાના પ્રયાસો કરાયા હતા. જેમાં <br />સિંહોની પજવણી અંગે વનવિભાગે તપાસ કરવાની હૈયાધારણા આપી છે.