પાવાગઢ મંદિર ખાતે PM મોદીએ સંબોધન કર્યું છે. જેમાં PMએ જણાવ્યું છે કે આ મારા જીવનની ધન્ય પળ છે. માતાના ચરણોમાં શિશ નમાવવાનું સૌભાગ્ય મળ્યું છે. <br />સપનું સિદ્ધી બનીને આંખોની સામે હોય તો આનંદ અલગ હોય. આઝાદીના 75 વર્ષ બાદ આજે ધ્વજારોહણ કરાયું છે. તથા 500 વર્ષ સુધી માતાના શિખર પર ધજા ન્હોતી ફરકતી. <br />આ ક્ષણે આપણને નવી પ્રેરણા અને ઉર્જા મળી છે.