અમરેલી-ધારીમાં ગીરના વિરપુરની પ્રાથમિક શાળામાં અજગર દેખાયો છે. જેમાં ગામની શાળામાં રાત્રીના અજગર જોવા મળતા સરપંચને જાણ કરાઈ હતી. મહિલા સરપંચ નિલુબેન <br /> <br />જોશીએ સર્પ ટ્રેકર્સને બોલાવીને અજગરને પકડી લેવાયો હતો. જેમાં સિંહ, દીપડાઓ બાદ ગામમાં અજગર ઘૂસતા હોવાથી વીરપુર વાસીઓમાં ઘડીભર ભયનો માહોલ સર્જાયો હતો. <br />તેમાં 15 ફૂટ આસપાસનો મસમોટો અજગર સર્પ ટ્રેકર્સએ પકડી પાડ્યો છે.