તાપીમાં બપોરે વરસાદ ખાબક્યો છે. જેમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો છે. તેમાં તાપીના વાલોડ, ડોલવણ, સોનગઢમાં વરસાદ આવ્યો છે. તેમજ વાતાવરણમાં એકાએક <br /> <br />પલટો આવ્યો છે. તથા જિલ્લામાં મેઘરાજાનું વિધિવત આગમન થયુ છે. જેમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. તેમાં ભારે ગાજવીજ અને પવન સાથે મેઘરાજા પધાર્યા છે. <br /> <br />તેમજ વાતાવરણમાં માટીની ખુશ્બુ અને ઠંડકથી પ્રજાજનોને રાહત થઇ છે. તાપીના વાલોડ, ડોલવણ, ભેંસકાતરી, સોનગઢના મોટા બંધારપાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે.