ભાવનગરના ગારીયાધારમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા પાણી ભરાઇ ગયા છે. તથા વરસાદ સારો એવો

પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી છે. જેમાં આગામી 2 દિવસમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તથા અમદાવાદ અને

ગાંધીનગરમાં સામાન્ય વરસાદ છે. તેમજ આગામી દિવસમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે. જેથી મછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના છે.

રાજ્યમાં બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગે બે દિવસ બાદ સામાન્ય વરસાદ રહેશે તેવી આગાહી કરી છે. જેમાં અમદાવાદ

ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. તથા સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર,

અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ મોરબી સહિત વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી છે. તેમાં આગામી દિવસમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા મેઘમહેર યથાવત રહેશે. જેમાં

દરિયાઈ વિસ્તારમાં દરિયો ન ખેડવા માછીમારોને સૂચના છે.