અમદાવાદમાં તિસ્તા સેતલવાડનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. જેમાં VS હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. તેનો વીડિયો સામે આવ્યો છે. તેમાં કોરોના ટેસ્ટ પણ

કરવામાં આવ્યો છે. તથા તિસ્તા સેતલવાડને ક્રાઈમ બ્રાન્ચ પરત લઈ જવાઈ છે. જેમાંમ તિસ્તા સેતલવાડ, આર.બી.શ્રીકુમારની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આર.બી.શ્રીકુમાર સમન્સ બાદ હાજર થતાં ધરપકડ કરવામાં આવી છે. તેમજ સંજીવ ભટ્ટ પાલનપુર જેલમાં હોવાથી લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમાં

સંજીવ ભટ્ટને ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ લવાશે. ત્યારે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. તેમજ ક્રાઈમ બ્રાન્ચ આરોપીઓના રિમાન્ડ માંગશે. જેમાં સનસનાટી માટે રમખાણોનો મુદ્દો

16 વર્ષ સળગતો રાખ્યો હતો. તેમાં સુપ્રિમના અવલોકન બાદ કાર્યવાહી કરવામાં આવી છે.