મહેસાણા કડીના મુખ્ય બજાર વિસ્તારમાં એક ચોરીની ઘટના સામે આવી છે. કડીમાં એક ફ્રુટની ખરીદી કરતા મહિલાના બેગમાંથી રોકડા રૂ. 22 હજારની ચોરી થઈ હતી. આ ચોરીની ઘટના <br /> <br />સીસીટીવીમાં કેદ થઈ છે. પરંતુ ચોરી કરનારનો ચહેરો કેમેરામાં કેદ થયો ન હતો કારણકે ચોરી કરનાર બે બુકાનીધારી યુવતીઓ, આંખના પલકારામાં પર્સ ચોરીને ગાયબ થઇ ગઇ હતી. <br /> <br />આમ પાંચ સેકન્ડમાં 22 હજાર ભરેલા પર્સની ચોરી થઈ જતા મહિલાઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.