અમરેલીના ધારી ગીર પૂર્વના જીરા ગામના રહેણાંક ઘરમાં દીપડો ઘૂસ્યો હતો. જેમાં જીરા ગામના બાબુભાઇ નાનજીભાઈ મકવાણાના રહેણાંક ઘરની અંદર દીપડાએ તરાપ મારી હતી. તેમજ <br />દીપડો જીરા ગામમાં આટાફેરા મારતા ગામજનોમાં ભય ફેલાયો હતો. તથા વન વિભાગ દ્વારા જીવના જોખમે દીપડાનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જેમાં દીપડો રહેણાંક ઘરમાં ઘુસી જતા <br /> <br />ગામજનોમાં અફડા તફડી મચી હતી. તેથી દલખાણીયા વન વિભાગે મહામહેનતે દીપડાને બેભાન કરી રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી હતી.