Surprise Me!

ઉદયપુરમાં દરજીની ઘાતકી હત્યાનો મામલો

2022-06-29 98 Dailymotion

રાજસ્થાનના ઉદયપુરમાં દરજીની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે. હત્યારા કપડા સીવવાના બહાને દુકાનમાં ઘુસ્યા હતા. દરજીની હત્યા બાદ હત્યારાઓએ વીડિયો શેર કર્યો હતો. જેમાં તે કહી રહ્યો છે કે તેણે ઈસ્લામનો બદલો લેવા માટે આ પગલું ભર્યું છે. બીજી તરફ આ હત્યાકાંડ બાદ ઉદયપુરમાં પણ હિંસાના કેટલાક મામલા સામે આવ્યા હતા. આ પછી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે દરજી કન્હૈયાલાલે 15 જૂને પોલીસને પત્ર લખીને તેની હત્યાની શક્યતા વ્યક્ત કરી હતી અને સુરક્ષાની માંગ કરી હતી. તેમ છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં હવે પોલીસ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

Buy Now on CodeCanyon