Surprise Me!

ભિલોડા પંથકમાં વહેલી સવારથી વરસાદનું આગમન

2022-06-30 475 Dailymotion

અરવલ્લીના ભિલોડામાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે. જેમાં લીલછા, મલશા, માકરોડા, નવા ભવનાથમાં વરસાદ પડ્યો છે. તેમજ ભિલોડામાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી

ભરાયા છે. તથા ખેતી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

ભિલોડામાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ભિલોડા પંથકમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયુ છે. તેમાં એક સપ્તાહના વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. જેમાં ભિલોડા, લીલછા, મલશા, માકરોડા, નવા ભવનાથમાં વરસાદ

ખાબક્યો છે. તેમજ ભિલોડા નગરના નીચાણ વાડા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તેમજ ધરતીપુત્રોમાં ખેતી લાયક

વરસાદથી ખુશી ફેલાઇ છે. જેમાં માલપુરમાં પણ વહેલી સવારે વરસાદ ખાબક્યો છે.

લીલછા, મલશા, માકરોડા, નવા ભવનાથમાં વરસાદ

ઉલ્લેખનીય છે કે 2 જુલાઈએ દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુરમાં તેમજ 3 જુલાઈએ બનાસકાંઠા, પાટણમાં, મહેસાણા, સાબરકાંઠા, કચ્છમાં પણ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં

ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજા મોડી રાતથી જ ધમાકેદાર બેંટીગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં સૌથી વધુ વલસાડ શહેરમાં 6 ઈંચથી વધુ

વરસાદ ખાબક્યો છે. તો પારડીમાં પણ સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ વાપીમાં પણ દોઢ ઈંચ અને કપરાડા અને ધરમપુરમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે.

Buy Now on CodeCanyon