પંચમહાલમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે અદભુત નજારો સર્જાયો છે. જેમાં રાતના સમયે લાઈટિંગ અને વાદળોના સમન્વયને કારણે અદભુત દૃશ્ય જોવા મળ્યું હતું. તેમાં
પાવાગઢ ખાતે માતાજીના નિજ મંદિરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં વીડિયોમાં માતાજીનું મંદિર ગુલાબી વાદળો વચ્ચે ઢંકાઈ ગયું હોય તેવું દૃશ્ય જોવા મળ્યું છે.

પાવાગઢના અદભુત નજારાના આ વીડિયોમાં મંદિર નવીનીકરણ બાદનો રાત્રિ દરમ્યાનનો અતિ ભવ્ય નજારો કહી શકાય તેવો વીડિયો છે. જેમાં પાવાગઢ મંદીર પરિસર સ્વર્ગ સમાન

અનુભૂતિ કરાવે છે. મંદિર પરિસરમાં રાત્રી દરમ્યાન કરેલ લાઈટ અને કુદરતી ધૂમ્મસ ભેગા થતા નજારો એકદમ આહ્લાદક લાગી રહ્યો છે. જાણે ધરતી પર સ્વર્ગ હોય એ પ્રકારનો આભાસ

કરાવતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે