અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા રંગેચંગે નીકળવા જઈ રહી છે. છેલ્લા 2 વર્ષ કોરોના મહામારીના કારણે કોવિડ ગાઈડલાઈન સાથે રથયાત્રા નીકળી હતી. જો કે આ વર્ષે ભવ્ય રથયાત્રા નીકાળવા માટેનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોકલેલો પ્રસાદ જમાલપુર સ્થિત જગન્નાથના મંદિરે પહોંચ્યો છે. <br /> <br />વડાપ્રધાન મોદીએ મગ, કેરી, કાકડી તેમજ મીઠાઈનો પ્રસાદ મોકલ્યો છે. હવે મંત્રોચાર સાથે આ પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવશે. વર્ષોથી પરંપરા મુજબ વડાપ્રધાન મોદી ભગવાન જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલે છે.