બનાસકાંઠાના ભીલડીમાં હોસ્પિટલ આગળ પાણી ભરાયા છે. જેમાં હોસ્પિટલ આગળ જ પાણી ભરાતા એમ્બ્યુલન્સ અટવાઈ ગઇ હતી. તેમાં ભીલડી CHC સેન્ટરની બહાર અને અંદર ગંદા <br /> <br />પાણી ભરાયા છે. તેથી ભારે જહેમત બાદ એમ્બ્યુલન્સ બહાર નીકાળવામાં આવી હતી. જેમાં ભીલડી સરકારી હોસ્પિટલ આગળ જ પાણી ભરાતા 108 અટવાઈ ગઇ હતી. તથા દર્દીનું સ્ટેચર <br /> <br />ગંદા પાણીમાંથી ચાલીને લઈ જવા ટીમ મજબુર બની હતી. સામાન્ય વરસાદમાં જ સરકારી હોસ્પિટલ આગળ પાણી ભરાઈ જતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે.