રાજકોટના જેતપુર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તેમજ પીઠડીયા,

પેઢલા, ધારેશ્વર, જેતલસરમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે.

24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ ખાબક્યો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 155 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારી અને સતલાસણા તાલુકામાં 1.4 ઈંચ વરસાદ પડ્યો છે. તથા વડાલીમાં 1.9 ઈંચ, માંગરોળમાં 1.7 ઈંચ

વરસાદ તેમજ માંડવી, વિજયનગર, વીરપુર તાલુકામાં 1.6 ઈંચ વરસાદ પડ્યો છે.

વડાલીમાં 1.9 ઈંચ, માંગરોળમાં 1.7 ઈંચ વરસાદ

ઉલ્લેખનીય છે કે સોનગઢ, ખાંભા અને કરજણ તાલુકામાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજા હેત વરસાવી રહ્યાં છે. રાજ્યના 104 તાલુકાઓમાં

વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ સુરત જિલ્લાના માંગરોળમાં 38મીમી (1.52 ઈંચ) વરસાદ વરસ્યો છે. આ સિવાય બારડોલીમાં 1 ઈંચ, માંડવીમાં 1.28 ઈંચ, મહુવામાં 0.88 ઈંચ,

પલસાણા અને ઉમરપાડામાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારીના જલાલપોરમાં 1.16 ઈંચ, ગણદેવી 1.40 ઈંચ, ચીખલી 0.64 ઈંચ, ખેરગામમાં 0.56 ઈંચ વરસાદ પડયો હતો.
આ ઉપરાંત વલસાડમાં આજે મેઘરાજાનું જોર તદ્દન ધીમું પડી ગયું હતું. વલસાડમાં માંડ 23 મિ.મી. એટલે કે 1 ઈંચ વરસાદ પણ પડયો નથી. વલસાડના ઉમરગામ 0.16 ઈંચ, કપરાડા

0.36 ઈંચ, વલસાડમાં 0.92 ઈંચ વરસાદ પડયો હતો.