ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે. મેઘરાજાએ અષાઢી બીજનું મુહૂર્ત સાચવ્યા બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘ કૃપા વરસી રહી છે. સતત વરસાદને પગલે નર્મદા જિલ્લામાં આવેલો ઝરવાણીનો ધોધ જીવંત થયો છે. <br /> <br />સતત વરસાદના પગલે નર્મદામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ઝરવાણી ધોધ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. હાલ ઝરવાણી ધોધમાં પ્રવાસીઓ મજા માણવા માટે ઉમટી પડ્યા છે.