ગીર સોમનાથ જિલ્લાના ગીર જંગલના ઉપરવાસમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં અનરાધાર વરસાદથી નદી નાળા સજીવન થયા છે. તેમાં ગીરમાંથી વહેતી રાવલ નદીમાં પુર

આવ્યું છે. તેમજ સીઝનનું પ્રથમ પુર આવતા લોકો જોવા ઉમટ્યા છે. તથા રાવલ નદી બાદ શાહી નદીમાં પુર આવ્યું છે. તેમજ ગીરમાં ભારે વરસાદ બાદ નદીઓ વહેવા લાગી છે.

ગીર જંગલમાં મેઘરાજા મહેરબાન થયા

ઉલ્લેખનીય છે કે તુલસીશ્યામથી નગડીયા, અંબાડા, ભાચાથી પસાર થતી શાહી નદીમાં પુર આવતા લોકો પાણીનો નજારો જોવા ઉમટી રહ્યાં છે. તથા નદીઓમાં નવા નીરથી ખેડૂતો ખુશ

ખુશાલ થયા છે. ગીર ગઢડા તાલુકામાં અને ગીર જંગલ પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. તેમાં અનરાધાર વરસાદ શરૂ થતાં નદી નાળા છલકાઈ ગયા હતા. ગીર ગઢડા

તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા ધોકડવા, ખિલાવડ, ફાટસર, ઇટવાયા, કોદીયા, બેડીયા, સોનારીયા, જસાધાર, તુલસીશ્યામ, ગીર જંગલ પંથકમાં ધોધમાર 2થી 3 ઈંચ જેટલો વરસાદ પડયો

હતો.

નદીમાં પુર આવતા લોકો પાણીનો નજારો જોવા ઉમટ્યા

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો ઢોલાશેરી, ખોડિયાર નગર, ભક્તિ નગર, માળવી શેરી બજારમાં પાણી ભરાઈ ગયા હતા અને અવિરત

વરસાદના કારણે બે કાચા મકાનની દિવાલ ધરાશયી થઇ હતી. ગીર જંગલ પંથકમાં 3થી 4 ઇંચ જેટલો અતીભારે વરસાદથી રાવલ શાહી અને મચ્છુન્દ્રી નદીમાં પુર આવ્યું હતું. તથા

સિઝનનું પ્રથમ પુર આવતા લોકો પાણી જોવા ઉમટ્યા હતા અને અવિરત વરસાદથી ગીર ગઢડા, ઉના દીવના લોકો માટે જીવાદોરી સમાન રાવલ ડેમમાં નવા નીરની આવક થઇ છે.