ગીર જંગલમા આવેલ દ્રોણેશ્વર ડેમ પર વરસાદી ચિતાર લેવા સંદેશ ન્યૂઝની ટીમ ગીરના જંગલોમાં પહોંચી છે. જેમાં દ્રોણેશ્વર ડેમનો ડ્રોન નજારો કેમેરામાં કેદ થયો છે. તેમાં આહલાદક

વાતાવરણ વચ્ચે નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગીરમાં ઉપરવાસમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થતાં ગીરગઢડાના 10થી 12 ગામોના ખેડૂતોમા ખુશીનો માહોલ જોવા

મળ્યો છે. જ્યારે ગીર ઉપરવાસમાં ધીમીધારે દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે અને હાલ હજુ પણ ધીમીધારે વરસાદ ચાલુ છે.