કચ્છના માંડવીમાં બાઈકચાલક પાણીમાં ફસાયો હતો. જેમાં ભાડિયા અને ગુંદીયાળી ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં બાઇકચાલક ફસાતા સ્થાનિકોએ યુવકને મહામહેનતે બહાર કાઢ્યો <br /> <br />હતો. તેમજ ગઈકાલે ભારે વરસાદ કારણે આ ઘટના બની હતી. બાઈક ચાલક નદીના પ્રવાહમાં તણાયો તેની સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમાં અન્ય <br /> <br />લોકોએ મદદ માટે પહોંચી યુવક અને બાઈકને બહાર કાઢવામાં આવ્યા હતા. તથા સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.