હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. <br /> <br />જિલ્લાના સાગબારા જંગલ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે ગારદા અને મોટા જાંબુડામાંથી પસાર થતી મોહન નદીમાં ઘોડાપૂર આવ્યું છે.